અમેરિકાના પ્રતિબંધો સામે સંગઠિત થવા ઈન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટનો અનુરોધ

અમેરિકાના પ્રતિબંધો સામે સંગઠિત થવા ઈન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટનો અનુરોધ

અમેરિકાના પ્રતિબંધો સામે સંગઠિત થવા ઈન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટનો અનુરોધ

Blog Article

અમેરિકન પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે લાદેલા પ્રતિબંધો સામે વિરોધ કરવા ઈન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટે સભ્ય દેશોને અનુરોધ કર્યો હતો. કોર્ટની સ્વતંત્ર અને નિષ્પક્ષ ન્યાયિક કામગીરીને નુકસાન પહોંચાડવા અમેરિકાએ આ પગલું લીધું હોવાનો દાવો પણ થયો છે. નેધરલેન્ડના હેગ ખાતેથી કોર્ટ દ્વારા અધિકૃત નિવેદનમાં અમેરિકાની નીતિને વખોડવાની સાથે સમગ્ર વિશ્વમાં અત્યાચારથી પીડાતા લાખો લોકોને ન્યાય અપાવવાની કટિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી.

ગાઝા પટ્ટીમાં કથિત સ્થિતિ ઈન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ (ICC) દ્વારા ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતાન્યાહુ સામે ગત વર્ષે ધરપકડ વોરંટ ઇસ્યુ કરાયું હતું. જેના જવાબમાં વ્હાઈટ હાઉસ દ્વારા તાજેતરમાં એક એક્ઝિક્યુટિવ ઓર્ડર ઇસ્યુ થયો હતો. ICC દ્વારા અમેરિકાના આ પગલાની ટીકા કરવામાં આવી છે. ICCની સત્તાવાર યાદી મુજબ, સમગ્ર વિશ્વમાં અત્યાચારનો ભોગ બની રહેલા લાખો લોકોને ન્યાય અપાવવા અને તેમને નવી આશા આપવાની દિશામાં કોર્ટ તથા તેના સભ્યો કોઈ કચાશ રાખશે નહીં. ICCના તમામ 125 સભ્ય દેશો સહિત સમગ્ર સભ્ય સમાજને મૂળભૂત માનવઅધિકાર અને ન્યાય માટે સંગઠિત થવા અનુરોધ કરવામાં આવ્યો છે. અગાઉ માનવ અધિકાર સંગઠનોએ અમેરિકાના પગલાની ટીકા કરી હતી અને તેનાથી વિવિધ સમૂહો પર અત્યાચાર વધવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી.
ડોનાલ્ડ ટ્રમ્પે ICC પર પ્રતિબંધો મૂકતા હુકમને મંજૂરી આપી છે. ટ્રમ્પ સરકારે જાહેર કરેલાં પગલાંમાં ICCની તપાસમાં મદદ કરનારા અમેરિકન નાગરિકો અને મદદગારો પર વિઝાના અંકુશ તથા આર્થિક અંકુશો મૂકવામાં આવ્યા છે. ICCને મદદ કરનારા લોકોના પરિવારો પર પણ જ અમેરિકા સરકાર આવાં કડક પગલાં લેશે.

Report this page